હૈદરાબાદઃ ચાલતી ટ્રેન સામે સેલ્ફી લઇ રહ્યો હતો આ યુવક, જાણો પછી શું થયું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદઃ સેલ્ફી લેવાનો શોખ કેટલો ખતરનાક બની શકે છે તેની સાબિતી આપે છે આ ઘટના. હૈદરાબાદમાં ચાલતી ટ્રેન સામે સેલ્ફી લેવાના પ્રયાસમાં એક યુવકનો માંડ માંડ બચાવ થયો હતો. યુવક ચાલતી ટ્રેન સામે ઉભા રહી સેલ્ફી વીડિયો બનાવી રહ્યો હોય છે આ દરમિયાન ટ્રેન નજીક આવી જાય છે અને યુવકને ટક્કર વાગે છે. જોકે, સદનસીબે તેનો જીવ બચી જાય છે.
સોશિયલ મીડિયા પર હાલમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. શિવા નામનો આ યુવક પોતાના સ્માર્ટફોન સામે સ્માઇલ કરતો ટ્રેનની તરફ ઇશારો કરતો જોવા મળી રહ્યો છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.