UP: એકવાર ફરી વિવાદમાં ફસાયા ઇમરાન મસૂદ, સભામાં થયો નોટોનો વરસાદ

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચર્ચામાં આવેલા કોગ્રેસના નેતા ઇમરાન મસૂદ ફરીવાર વિવાદમાં સપડાયા છે. સહારનપુરથી કોગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદ એક સભામાં નોટોનો વરસાદ વરસાવવાના કારણે વિવાદમાં ફસાયા છે. 

સહારનપુરની નકુડ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર ઇમરાન હાલમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ મોદી પર ટિપ્પણી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક મંચ પર બેઠેલા એક વ્યક્તિએ ઇમરાન પર નોટો વરસાવી હતી. જોકે, ઇમરાને તે વ્યક્તિને ધમકાવી બેસાડી દીધી હતી. હાલમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને આચારસંહિતા લાગુ હોઇ વિવાદ ઉભો થયો છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram