નરોડા પાટીયા કેસમાં નિર્દોષ જાહેર થયેલા કેદીઓનો છૂટકારો, પરિવારજનોમાં હર્ષના આંસૂ
Continues below advertisement
અમદાવાદઃ અમદાવાદમાં 2002 નરોડા પાટિયા કાંડમાં નિર્દોષ છૂટેલા કેદીઓનો આજે જેલમાંથી છૂટકારો થયો છે. ગત મોડી રાત્રે સેશંસ કૉર્ટમાંથી ઑર્ડર આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. નિર્દોષ મુક્ત કરવામાં આવેલા કેદીઓને લેવા માટે તેમના પરિવારજનો સેંટ્રલ જેલ પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નરોડા પાટિયા કેસમાં કુલ 32 આરોપીઓમાં હાઈકોર્ટે 16 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે 15 આરોપીને દોષિત જાહેર કર્યા છે. જ્યારે અન્ય એક આરોપીનું મોત થયું હતું.
Continues below advertisement