ધોની મેદાન પર આવતા જ ફેન્સે MIની ટી-શર્ટ ઉતારીને CSKની પહેરી લીધી, Video થયો વાયરલ

Continues below advertisement
નવી દિલ્હીઃ આઈપીએલ 11ની સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સમાં બે વર્ષ બાદ કમબેક થયું છે. શનિવાર (7 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સની વિરુદ્ધ સીઝનની પહેલી મેચમાં યેલો ટી-શર્ટ પહેરીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉતર્યો તો દર્શકો સાથે હાથ મિલાવ્યો. ધોનીનો ક્રેઝ પ્રશંસકોમાં ખૂબ જોવા મળ્યો. મુંબઈ ઈન્ડિયન્સને વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોનો ખૂબ સપોર્ટ મળ્યો. પરંતુ જ્યારે ધોની બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો તો દર્શકોમાં માહોલ બદલાઈ ગયો. તમામ દર્શકો મુંબઈ ઈન્ડિયન્સની ટી-શર્ટ ઉતારીને ધોનીની ટીમની યેલો ટી-શર્ટ પહેરતા જોવા મળ્યા. આ પ્રકારે દર્શકો યેલો ટીશર્ટ પહેરીને ધોની પ્રત્યે પોતાની દિવાનગી બતાવી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram