ઇઝરાયલના વડાપ્રધાને PM મોદીને હિન્દીમાં કહ્યું- 'આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ઇઝરાયલ પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન ભારતીય સમયાનુસાર મંગળવારે સાંજે લગભગ સાડા છ વાગ્યે ઇઝરાયલના તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પહોંચ્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ઇઝરાયલના વડાપ્રધાને મોદીને ભેટીને સ્વાગત કર્યું હતું. બાદમાં વડાપ્રધાન નેતન્યાહુએ હાથ જોડીને હિન્દીમાં કહ્યું હતું કે, ‘આપકા સ્વાગત હૈ મેરે દોસ્ત’