બેંગ્લોરના રિસોર્ટમાં રેડ પડી ત્યારે ગુજરાત કોગ્રેસના ધારાસભ્યો શું કરતા હતા?
બેંગ્લોરઃ ગુજરાતના કોગ્રેસના 42 ધારાસભ્યો કર્ણાટકના બેગ્લોરમાં આવેલા જે ઇગલટન રિસોર્ટમાં રોકાયા છે ત્યાં પડેલા ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. આ રેડને લઇને કોગ્રેસે ભાજપ પર આઇટી મારફતે ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. કોગ્રેસે કહ્યું હતુ કે, ભાજપનો ડર ગુજરાત બહાર દક્ષિણના રાજ્યોમાં પણ ફેલાયો છે. આ રેડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
વીડિયોમાં રેડ સમયે રિસોર્ટનો માહોલ કેવો હતો તે સાફ જોઇ શકાય છે. આઇટીના અધિકારીઓ રિસોર્ટમાં પ્રવેશતા ત્યાં હાજર કોગ્રેસના ધારાસભ્યો પણ પોતાના રૂમમાંથી બહાર આવે છે.
આ રિસોર્ટ કર્ણાટકના ઉર્જામંત્રી ડીકે શિવકુમારનો છે. શિવકુમારના દિલ્હી અને બેંગ્લોરમાં આવેલા 35 ઠેકાણાઓ પર આઇટીએ એકસાથે રેડ પાડી હતી. દિલ્હીમાં આવેલા શિવકુમારના ઘરેથી આઇટીએ પાંચ કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા હતા.
ઇન્કમટેક્સની રેડને લઇને રાજ્યસભામાં કોગ્રેસે હંગામો મચાવ્યો હતો. કોગ્રેસનો આરોપ હતો કે ભાજપ આઇટી મારફતે કોગ્રેસને ડરાવવા માંગી રહી છે.