VIDEO: માઈનસ 30 ડિગ્રી તાપમાને 18 હજાર ફુટની ઉંચાઈએ ભારતીય જવાનોએ આ રીતે લહેરાવ્યો તિરંગો
Continues below advertisement
નવી દિલ્હીઃ 69માં ગણતંત્ર દિવસે ભારતની તાકાતનો એક નમૂનો રાજપથ પર જોવા મળ્યો ત્યારે બીજી બાજુ આઈટીબીપીના જવાનોએ 18000 ફૂટની ઊંચાઈ પર બરફથી ઢંકાયેલી ટોચ પર તિરંગો લહેરાવીને ભારત માતાને સલામ કરી. આ વીડિયો હિમાલયના લદ્દાખ વિસ્તારનો છે. માઈનસ 20 ડિગ્રીમાં આઈટીબીપીના કમાન્ડો હાથમાં તિરંગો લઈને દેશની સુરક્ષામાં તહેનાત હતાં. ખરાબ હવામાનના કારણે આ વિસ્તારમાં બરફના તોફાનની આશંકાઓ હંમેશા રહેતી હોય છે. આ પહાડી પંચાચૂલીથી પણ ખુબ જટિલ અને દુર્ગમ ગણવામાં આવે છે.
Continues below advertisement