તારક મહેતાને શ્રધ્ધાંજલિ આપવા ઉભા થયેલા જેઠાલાલ રડી પડ્યા, જુઓ વિડીયો

Continues below advertisement

અમદાવાદઃ જાણીતા હાસ્યલેખક તારક મહેતાને ‘હાસ્યાંજલિ’ આપવા માટે પોતાના ચાહકો રંગીન કપડા પહેરીને પહોંચ્યા હતા. ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના કલાકારો પણ હાસ્યાંજલિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી, પત્રકાર પોપટલાલ (શ્યામલ પાઠક), લેખક વિનોદ ભટ્ટ, ટપુ (ભવ્ય ગાંધી) પણ પહોંચ્યા હતા. 

તારક મહેતાને  હાસ્યાંજલિ આપતા આપતા જેઠાલાલ રડી પડ્યા હતા. જેઠાલાલે કહ્યું કે, તારક મહેતા જેવું  હાસ્યસભર લેખન કોઇ લખતું નથી. તે મારા માટે ભગવાન હતા. 

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલી તારક મહેતાની હાસ્યાંજલિ સભામાં તારક મહેતાના પત્ની ઈન્દુબેન મહેતા, પુત્રી ઈશાનીબેન શાહ તથા જમાઈ ચંદુભાઈ શાહ સહિતના પરિવારજનોએ અનુરોધ કર્યો હતો કે,‘તારકભાઈના મિજાજને અનુલક્ષીને સફેદ વસ્ત્રો પહેરવા અનિવાર્ય નથી.’

 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram