ખારાધરવામાં ઉજવાયો વારાહી માતાજીનો પાટોત્સવ, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણઃ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામમાં વારાહી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વારાહી યુવક મંડળ તથા સમસ્ત પાટીદાર સમાજ દ્ધારા આયોજીત આ ઉત્સવમાં 18 જૂનના રોજ એટલે કે સોમવારે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બપોર અને સાંજે આશરે 2500 લોકોએ માતાજીની પ્રસાદનો લાભ લીધો હતો. પાટોત્સવમાં ગામની બહેન અને દીકરીઓને 11 લાખ રૂપિયાની ભેટ પણ આપવામાં આવી હતી.ઉત્સવમાં વારાહી માતાજીની રથયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઢોલ-નગારાના તાલ સાથે રાસ ગરબા રમતા રમતા લોકોએ વારાહી માતાજીની ભક્તિનો આનંદ લીધો હતો.
Continues below advertisement