'કટપ્પા' અને 'શિવગામી'ના રોમાન્સનો આ વીડિયો તમે જોયો? ઇન્ટરનેટ પર થઇ રહ્યો છે વાયરલ
Continues below advertisement
મુંબઇઃ ફિલ્મ ‘બાહુબલી-2’ કમાણી મામલે અનેક રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મએ સાત દિવસની અંદર 800 કરોડ કરતા વધુની રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા એ સવાલે જગાવી હતી કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો. જોકે, હાલમાં ‘શિવગામી’ અને કટપ્પાના રોમાન્સનો એક વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં બાહુબલીમાં શિવગામી મહારાણીની ભૂમિકા નિભાવી રહેલી રમૈયા કૃષ્ણન ‘કટપ્પા’ એટલે કે સત્યરાજ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે. વાસ્તવમાં આ વીડિયો એક જાહેરાતનો છે. એક એડમાં બંન્ને શાહી પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તમિલ ભાષામાં બનાવવામાં આવેલી આ જાહેરાત ટેક્સટાઇલ બ્રાન્ડની છે. જેમાં શિવગામીની અને કટપ્પાની કેમિસ્ટ્રીને લોકો પસંદ કરી રહ્યા છે.
Continues below advertisement