બંને કિડની ફેઈલ થનાર વ્યક્તિએ હાઈકોર્ટમાં કરી પિટિશન, જીવન બચાવવા કરી રજૂઆત, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: રાજકોટના રમેશભાઈની બંને કિડની ફેઈલ થઇ જતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવે છે. જયારે રમેશભાઈના પાડોશમાં રહેતા અંજનાબેનને ખબર પડી કે રમેશભાઈની બંને કિડની ફેઈલ થઇ ગઈ છે ત્યારે તેમણે ખરા અર્થમાં પાડોશી ધર્મ નિભાવ્યો. અંજનાબેને પોતાની કિડની આપવાની તૈયારી બતાવી. જોકે ડૉક્ટરી અભિપ્રાયના મતભેદમાં કાયદાકીય ગૂંચ ઉભી થઈ અને આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
Continues below advertisement