કિમ ક્લિસ્ટર્સે પુરુષ ફેનને સ્કર્ટ પહેરાવી રમી ટેનિસ, બીજી ખેલાડી હસતા હસતા મેદાન પર આળોટવા લાગી, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ વિશ્વની જાણીતી ટેનિસ ટુનામેન્ટ વિંમ્બલ્ડન પોતાના ડ્રેસ કોડને લઇને પણ એક અલગ ઓળખ ધરાવે છે. આ ટુનામેન્ટમાં ખેલાડી ફક્ત સફેદ ડ્રેસમાં જ રમવા ઉતરી શકે છે. હાલમાં વિંમ્બલ્ડન દરમિયાન મહિલા ડબલ્સની મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. જેમાં ભૂતપૂર્વ નંબર વન મહિલા ખેલાડી બેલ્જિયમની કિમ ક્લિસ્ટર્સે ગેલેરીમાં હાજર દર્શકોને પૂછ્યું કે, પોઇન્ટ બનાવવા માટે તેને ક્યા સર્વિસ કરવી જોઇએ તો લોકોએ જવાબ આપ્યો કે બોડી પર કરવી જોઇએ.
બાદમાં ક્લિસ્ટર્સે એક દર્શને કોર્ટમાં આવવા કહ્યું. બાદમાં દર્શકને પહેલા રેકેટ રમવા આપ્યું અને બાદમાં તેને સ્કર્ટ પહેરાવ્યું હતું જેને કારણે ત્યાં સૌ કોઇ હસીને લોથપોથ થઇ ગયા હતા. ક્લિસ્ટર્સ પણ હસતા હસતા જમીન પર સૂઇ ગઇ હતી.
Continues below advertisement