સુરત: અરબી સમુદ્રમાં 10 હજાર વર્ષ જૂની દ્વારકા નગરી મળી, ફરીથી અવશેષો શોધવાની કવાયત શરૂ
Continues below advertisement
સુરત: અરબી સમુદ્રમાં પ્રદૂષણનું પ્રમાણ તપાસવાની કામગીરી હાથ ધરાઇ ત્યારે સુરત શહેરની નજીક આવેલા ઓલપાડ તાલુકાના ડભારી ગામના દરિયામાં 10 હજાર વર્ષ પહેલા ડૂબેલું એક નગર મળી આવ્યું છે. સંશોધકોને આ શહેર કૃષ્ણના દ્વારકા રાજ્યનો એક ભાગ હોવાનું લાગે છે. અગાઉ કેટલાક કારણોસર સરકારે દ્વારકા નગરીને લગતી કામગીરી પર પ્રતિબંધ મુક્યા બાદ ફરીવાર અત્યાધુનિક ટેક્નોલોજીથી દ્વારકાના અવશેષો શોધવાની કવાયત હાથ ધરવાની તૈયારી કરી છે.
Continues below advertisement