કચ્છમાં વહેલી સવારે બે ભૂંકપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
કચ્છમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. અંજાર, ગાંધીધામ,રાપર,ભચાઉમાં ભૂકંપનો તેજ આંચકો મહેસૂસ થયો હતો. ભૂકંપના ઝટકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. સવારે 4:03 એ એક ભૂકંપનો આંચકો નોંધાયો, જેની રિ્કટર સ્કેલ પર તીવ્રતા 4.7 હતી. બીજો 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 4:06 એ નોંધાયો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર ESE બાજુએ હતું. ભૂકંપના આંચકાથી ભયભીત થઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram