કચ્છઃ રોંગ સાઇડથી પૂરપાટ આવતાં ટ્રકે બોલેરોને મારી ટક્કર, એક જ પરિવારના પાંચના મોત, જુઓ વીડિયો
Continues below advertisement
અંજાર: કચ્છના અંજાર તાલુકાના ખેડોઈના પટેલ પરીવારને સોમવારે અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં પૂરપાટ આવતાં ટ્રકે બોલેરોને ટક્કર મારતા એક જ પરીવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા હતા. ખેડોઈ ગામનો પટેલ પરિવાર અંજારથી દવા લઈ પરત ગામ જઈ રહ્યો હતો ત્યારે ટ્રકે બોલેરોને અડફેટે લીધી હતી. બોલેરોમાં સવાર જશોદાબેન, શાંતિલાલ, રીંકલબેન, કાંતિલાલ અને સંયમભાઈના મોત નિપજ્યા હતા.
Continues below advertisement