કુંવરજી બાવળીયાએ લીધા મંત્રી તરીકેના શપથ, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ આજે કોંગ્રેસમાંથી અને પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા હતા. કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા પછી આજે તેમણે મંત્રી તરીકેના શપથ લીધા હતા. ભાજપના જોડાયાના થોડા જ કલાકમાં આજે તેમને મંત્રી પદ મળી ગયું છે. તેમને પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઓફિસ ફાળવવામાં આવી છે. તેમને આજે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શપથ લેવડાવ્યા હતા. હવે તેમને કયું ખાતું ફાળવાય તેના પર સૌની નજર છે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.
Continues below advertisement