પ્રમુખ સ્વામીના બહેનની તબિયત સુધારા પર, જુઓ વીડિયો

Continues below advertisement
આણંદ: સ્વ. પ્રમુખ સ્વામી મહારાજનાં બહેન ગંગાબાની તબિયત છેલ્લા ત્રણ દિવસથી લથડતાં હરિભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, આજે પરિવારજનોએ ગંગાબાની તબિયત સુધરી રહી હોવાની માહિતી આપી છે. આણંદમાં તેમની પુત્રીના ઘરે હાલ પરિવારજનો ખડેપગે ગંગાબાની સેવાચાકરી કરી રહ્યાં છે.

પ્રમુખ સ્વામી મહારાજનાં બહેન ગંગાબહેન ઝવેરભાઈ પટેલની ઉંમર 95 વર્ષ છે. તેઓ આણંદમાં તેમનાં દીકરી રસિકાબહેન ભગુભાઈ પટેલના ઘરે રહે છે. ચાણસદનાં ગંગાબાનાં લગ્ન ભાયલીમાં થયાં હતાં. ગંગાબાની તબિયત કથળતાં સત્સંગીઓએ વોટ્સઅપ પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાના મેસેજ ફરતા કર્યા હતા.

ગંગાબાની તબિયત બગડતાં છેલ્લા ત્રણ દિવસથી તેમણે પ્રવાહી સ્વરૂપે અપાતો ખોરાક પણ લેવાનું બંધ કર્યું હતુ઼ં. પરિવારજનોના જણાવ્યાં પ્રમાણે 95 વર્ષની ઉંમર હોવાના કારણે અશક્તિ વર્તાઇ રહી છે, તેવું ડોક્ટરો કહે છે. હાલ ઘરે તબીબી સેવાનું ઉપલબ્ધ કરાવીને સારવાર ચાલી રહી છે.

છેલ્લા ઘણા સમયથી તેમણે અનાજ લેવાનું બંધ કર્યુ હતું અને માત્ર પ્રવાહી સ્વરૂપે ખોરાક અપાતો હતો પણ ત્રણ દિવસથી તેમણે પ્રવાહી સ્વરૂપે અપાતો ખોરાક લેવાનું ટાળ્યું હતું. જો કે હાલ પાણી સહિત પ્રવાહી અપાઇ રહ્યું છે. તેમને મળવા આવતાં લોકોને ગંગાબાની "જય સ્વામિનારાયણ'નો જવાબ બેવાર હાથ ઉંચો કરીને આપે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram