Food Cause Cancer : ફૂડ અને કેન્સરને ખરેખર છે કોઇ કનેકશન, જાણો ક્યાં ફૂડથી વધે છે કેન્સરનું જોખમ

Continues below advertisement

કેન્સર શબ્દ સાંભળતા જ ભયભિત થવું સ્વાભાવિક છે, કારણ કે, આ રોગનું હજુ સુધી 100 ટકા  ક્યોરેટિવ ટ્રિટમેન્ટ શોધી નથી, જો સમયસર કેન્સરનું નિદાન ન થાય તો, આવા કેસમાં જીવન ગુમાવાનો વારો આવે છે.  આવી સ્થિતિમાં તેનાથી બચાવ જ એક યોગ્ય રસ્તો છે. શું આપ જાણો છો કે, કેન્સરનું કારણ  ન માત્ર તમાકુ પરંતુ રોજબરોજના ઉપયોગમાં આવતી પણ એવી કેટલીક ચીજો છે, જે કેન્સરનું કારણ બની શકે છે. તો સમજીએ કે આખરે ખાવા પીવાની ચીજો સાથે કેન્સરનું શું કનેકશન છે. 

 કેટલાક ખાસ પ્રકારના ફૂડ હોય છે, જેમાં  કંઇક એવા કેમિકલ્સ હોય છે, જે આપણા સેલ્સને ડેમેજ કરે છે. જેના કારણે કેન્સર થાય છે. તો સૌથી પહેલું ફૂડ છે,  પ્રોસેસ મીટ અને રેડ મીટ, આ ફૂડથી આંતરડાના કેન્સરનું જોખમ વધે છે. એક રિસર્ચનું તારણ છે કે, પ્રોસેસ ફૂડ અને રેડ મીટ વ્યક્તિના DNAને  ડેમેજ  કરે છે. આ એક કાર્સિનોજેનિક ફૂડ છે.  એટલે કે એવું ફૂડ છે, જે કેન્સરનું કારણ બની શકે છે. હાઇ સુગર કેન્ટેન્ટવાળા ડ્રિન્ક પણ કેન્સરના રિસ્કને વધારે છે. ઇન્સ્યુલિ રેઝિસ્ટન્સ લેવલને વધારે છે,જે પણ કેન્સરનું કારણ બની શકે છે. 

એક રિપોર્ટ મુજબ રેગ્યુલર  એક્સસે સુગર ઇનટેક કેન્સરનું જોખમ વધારે છે. આ ડ્રિન્ક ઓબેસિટી વઘારે છે અને ઓબેસિટી કોલોન અને બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે  છે.
ત્રીજુ ફૂડ છે  જે  કેન્સરના જોખમને વઘારે છે,  એ છે, ઓવરકૂકડ ફૂડ, ઓવરકૂકડ ફૂડમાં એક પ્રકારનું એક્રાલામાઇડ ઉત્ત્પન થાય છે. જે કેન્સરનું કારણ બને છે. આ સિવાય પણ જંકફૂડ અને આર્ટિફિશ્યલ સ્વીટર્નર પણ કેન્સરનું જોખમ વધારે છે. તો કેન્સરના બચાવ માટે હેલ્ધી આહાર શૈલી પણ જરૂરી છે.  હેલ્થ, લાઇફસ્ટાઇલ, અને અપડેટસ માટે જોતા રહો એબીપી અસ્મિતાની યૂટ્યુબ ચેનલ 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram