હવે UK-USની જેમ આપણા કપડાની સાઈઝ પણ હશે સ્વદેશી કેવી રીતે તૈયાર થઈ રહી છે 'ઈંડિયા સાઈઝ'? જુઓ આ વીડિયોમા
આપડે કપડા લેવા જઈએ છે ત્યારે UK-US સાઈઝ હોય છે. જેના કારણે ઘણું ક્ફ્યુઝન થતું હોય છે, અને તેમા પણ કોરોનાકાળમા ટ્રાયલ માર્યા વગર જો કપડા ખરીદીએ તો એ ગેરંટી નઈ કે ઘરે જઈને જે તે કપડા આપણને બરાબર આવી જ રહેશે. પરંતુ હવે આપણી આ સમસ્યા દૂર થઈ જશે. કેવી રીતે આ શક્ય બનેશે આવો જાણીએ. હવે આપડા કપડાની સાઈઝ પણ સ્વદેશી હશે અને આપણને UK-USની સાઈઝની ઝંઝટમાથી છૂટકારો મળશે. કારણ કે હવે ભારત પાસે પોતાની ઈંડિયા સાઈઝ હશે જે ભારતીય લોકોના શરીરના બાંધા સહીતના પેરામિટર્સના આધારે નક્કી કરાઈ છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ, નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી સાથે મળીને રાષ્ટ્રીય સ્તરે કપડાંઓની સાઇઝની માનક નક્કી કરી રહી છે. જે કપડાંનું સ્વદેશી સ્ટાંડર્ડ હશે. જુલાઈ 2022 સુધીમાં સમગ્ર દેશમાંથી ઇંડિયા સાઇઝના આંકડા જમા કરવાનો ટાર્ગેટ છે અને 2022ના અંત સુધીમાં ભારતના પોતાના ઇંડિયા સાઇઝનો ચાર્ટ બનીને તૈયાર થઇ જશે.