4 કલાક સુધી કૂવામાં ખેલાયો જીવ સટોસટીનો ખેલ, સિંહણના હાથે થયો 1નો શિકાર
Continues below advertisement
અમરેલી પંથકમાં ભૂંડનો શિકાર કરવા પાછળ દોડેલી સિંહણ કૂવામાં ખાબકી હતી. સાવરકુંડલા તાલુકાના વિજયનગર ગામની સીમમાં ખેડૂત રમેશભાઇ નારોલાની વાડીમા આવેલા વીસ ફૂટ ઉંડા ખુલ્લા કૂવામાં સિંહણ ખાબકી હતી. સિંહણ બે ભૂંડનો શિકાર કરવા માટે તેની પાછળ દોડી હતી.
કુવામા પડેલી સિંહણે એક ભૂંડનો તો શિકાર કર્યો હતો પણ બીજા ભૂંડે પ્રતિકાર કરતા સિંહણને પણ પોતાનો જીવ બચાવવાની નોબત આવી હતી બીજી તરફ વનતંત્રને આ અંગેની જાણ થતા તાબડતોબ રેસ્કયુ ટીમ દોડાવાઇ હતી. ચાર કલાક લાંબુ રેસ્કયુ ઓપરેશન ચલાવી સિંહણના કમરના ભાગે દોરડુ ફસાવી મહામુસીબતે તેને બહાર કઢાઇ હતી. અને ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાઇ હતી. બાદમા ભુંડને પણ બચાવી લેવાયું હતુ.