હાફિઝ સઈદ અને બુરહાન વાની વચ્ચે હતો ગાઢ સંબંધ, ઓડિયો ટેપથી થયો ખુલાસો, સાંભળો..

Continues below advertisement
શ્રીનગર: જમ્‍મુ-કાશ્‍મીરમાં સલામતી દળો સાથેના એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયેલા હિઝબુલ કમાન્‍ડર બુરહાન વાનીના લશ્‍કર-એ-તય્‍યબાના વડા હાફિઝ સઈદ સાથે નજીકના સંબંધો હતા અને બુરહાન વાની કાશ્‍મીરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે હાફિઝ સઈદ પાસેથી આદેશ લેતો હતો. એક ટીવી-ચેનલે બુરહાન વાની અને હાફિઝ સઈદ વચ્‍ચેની વાતચીતનો ઓડિયો બહાર પાડયો છે.
 
ઓડિયોમાં બુરહાન વાની ભારતીય સલામતી દળો સામે લશ્‍કર-એ-તય્‍યબા અને હિઝબુલ મુજાહિદીનને સાથે આવવા કહી રહ્યો છે. ભારતની ગુપ્તચર એજન્‍સીઓએ પાકિસ્‍તાનમાં બેઠેલા હાફિઝ સઈદ અને બુરહાન વાનીની આ વાતચીતને આંતરી હતી.
 
ટેપમાં બુરહાન વાની લશ્‍કર-એ-તય્‍યબા પાસે આતંકવાદીઓ માટે પૈસાની મદદ માગી રહ્યો હતો. ઓડિયોમાં વાનીએ કહ્યુ હતુ કે, ‘તમારો અમને અમારો દુશ્‍મન એક જ છે તેથી મને તમારૂ સમર્થન જોઈએ છે કારણ કે ભારત પરાસ્‍ત થઈ ગયુ છે.' હાફિઝે ઓડિયોમાં બધા માટે દુઆ માગી હતી. બુરહાને હાફિઝને કહ્યુ હતુ કે,‘જો તમે અમને મદદ કરો તો અમે કાશ્‍મીરમાં વધુ આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકીએ એમ છીએ.'
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram