વડોદરાઃ ઘર બહાર બેઠેલી મહિલા પર કરાયું ફાયરિંગ, શું છે કારણ?
Continues below advertisement
વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલી સત્યનારાયણ સોસાયટીમાં રહેતી એક મહિલા પર ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં મહિલાને પગે ગોળી વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ મહિલાનું નામ રેશ્મા રાજભર છે. આ રેશ્માના લગ્ન વર્ષ 2006માં યૂપીમાં થયા હતા. તે પતિથી અલગ થઈ અંકલેશ્વરમાં જીતેન્દ્ર નામના યુવક સાથે રહેતી હતી. જોકે, એક મહિનાથી રેશ્મા વડોદરા આવી ગઈ હતી. ત્યારે સવારે 9 વાગ્યે જીતેન્દ્રએ રેશ્માને ગોળી મારી હોવાનું સૂત્રો જમાવી રહ્યા છે. અત્યારે જીતેન્દ્ર ફરાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
Continues below advertisement