ધોળકાઃ ભાજપ કોર્પોરેટરના સાળાએ ચાર વર્ષની બાળકીની કરી છેડતી, યુવકની ધરપકડ

Continues below advertisement
અમદાવાદ : ધોળકા વોર્ડ નં.8ના ભાજપના કોર્પોરેટર કનુ પરમારના સાળાએ ચાર વર્ષની બાળકીને ધાબે લઈ જઈને છેડતી કરતાં હોબાળો મચી ગયો છે. યુવકે બાળકીની છેડતી કર્યા પછી તેને ધાબા પરથી ફેંકી દીધી હતી. આ ઘટના સામે આવતાં બાળકીના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામા આવી હોવાની ફરિયાદ પરિવારે નોંધાવી છે. બાળકીના પરિવારે કોર્પોરેટર કનુ પરમાર, પત્ની માણેક પરમાર અને સાળા મનુ પરમાર સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કોર્પોરેટરના ભાઇએ બાળકીને રમાડવાના બહાને ધાબા પર લઈ જઈને આ કૃત્ય કર્યું હતું. આ ગુનામાં પોલીસે કોર્પોરેટરના સાળા મનુ પરમારની ધરપકડ કરી છે. કનુ પરમાર ધોળકા નગરપાલિકામાં કોર્પોરેટર છે, જ્યારે પત્ની માણેક પરમાર અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram