મુંબઈઃ જાહેરમાં જ પતિએ પત્નીનું ગળું કાપી નાંખ્યું, સામે આવ્યો હચમચાવી દે તેવો વીડિયો

Continues below advertisement
મુંબઈના માનખુર્દ સ્ટેશન સામે જ એક યુવકે પોતાની પત્નીને જાહેરમાં ગળે છરી ફેરવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોકોની ભારે અવર-જવર ધરાવતાં રોડ વચ્ચે જ પતિએ પત્નીને છરીના ઘા મારવા છતાં કોઈ તેને બચાવવા આવ્યું નહોતું. લોકો યુવતીને મદદ કરવાના બદલે તમાસો જોઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર ઘાયલ મહિલા ઘાટકોપર માનખુર્દ લિંક રોડના ઝાકિર હુસૈન નગરની રહેવાસી છે. મહિલાનું નામ શુભાંગી વિજય ઈંગલે(૨૭) છે. જે વાશીની એક બેંકમાં સ્વીપરનું કામ કરે છે. તે ગત સોમવારે કામ પર જવા માટે માનખુર્દ સ્ટેશન ટ્રેન પકડવા માટે જઈ રહી હતી, ત્યારે તેના પતિ વિજયે ચાકુ વડે હુમલો કર્યો.  આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram