કેટરિંગના માલિકે બાળકને ઉકળતા તેલમાં નખાવ્યો હાથ, વાયરલ વીડિયોથી લોકોમાં ગુસ્સો
Continues below advertisement
અમદાવાદઃ એક બાળક પર અત્યાચાર થતો હોવાનો એક વાયરલ વીડિયો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કેટરિંગનો માલિક બાળક પર અત્યાચાર ગુજારતો જોવા મળે છે. કેટરિંગનો માલિક બાળકને ધમકાવીને ગરમ ઉકળતી તેલની કડાઈમાં હાથ નખાવી રહ્યો છે.
એટલુ જ નહી બાળક પોતાના પર થઈ રહ્યા અત્યાચારનો વિરોધ પણ કરે છે પરંતુ તેમ છતા કેટરિંગના માલિકને તેની કોઈ પરવા નથી.આ વાયરલ વીડિયોથી કેટરિંગના માલિક સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વાયરલ વીડિયો ખરેખર ક્યાનો છે તે હજુ પણ સ્પષ્ટ થયું નથી. અને એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની કોઈ પુષ્ટી કરતુ નથી.
Continues below advertisement