રાજસ્થાનમાં કહેવાતા ગૌરક્ષકોએ 15ને ફટકાર્યા, એકનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
અલવરઃ કહેવાતા ગૌરક્ષકો દ્વારા બે દિવસ પહેલાં અમુક લોકો પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ 15 જેટલા લોકોને જાહેરમાં જ બેરહેમીથી ફટકારતા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. હરિયાણાના રહેવાસી 15 લોકો છ ગાડીઓમાં ગાયોને ભરી જતા હતા. દરમિયાન બહરોડ નજીક તેમના પર હુમલો કરવામાં આવ્યો. હુમલા દરમિયાન 50 વર્ષીય પહલુ ખાનને ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન સોમવારે તેમનું મોત થયું હતું.
મૃતક પહલુ ખાનના કાકા હુસૈન ખાને જણાવ્યું કે, પહલુ ખાન તેના દીકરા માટે ગાય ખરીદવા રાજસ્થાનના પશુ મેળામાં ગયો હતો. તેણે ગાય ખરીદ્યાના પુરાવા પણ બતાવ્યા, જેને ફાડી નાંખવામાં આવ્યા. પહલુએ ખરીદેલી ગાયો દૂઝણી હતી. જેમાંથી ઊંચી ઓલાદની બે ગાયોની કિંમત 85 હજાર અને અન્ય બે ગાયોની કિંમત 45 હજાર રૂપિયા હતી. હુમલાખોરોએ આ લોકો પાસે રહેલા રૂપિયા પણ આંચકી લીધા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કહેવાતા ગૌરક્ષકો પિક-અપ ગાડીમાં તોડફોડ કરીને ગાયને લઈ જતાં લોકોને ફટકારતા હોવાનું જોવા મળી રહ્યું છે.
કથિત ગૌરક્ષકોના હુમલામાં ઘાયલ થયેલા 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી પહેલુ ખાનનું અલવરની એક હોસ્પિટલમાં સોમવારે મોત થયું હતું. પોસ્ટ મોર્ટમ બાદ મંગળવારે તેની બોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી. હુમલાખોરો સ્થાનિક લોકો હતો, જેમની ઓળખ વીડિયો દ્વારા કરવામાં આવી રહી છે.