પંજાબમાં ઘાતકીપણાની ચરમસીમા, ડાન્સરે સાથે ડાન્સ કરવાની ના પાડતાં ગોળી મારી દીધી, જુઓ વિડીયો
ભટીંડા: પંજાબના ભટિંડામા શનિવારે રાત્રે એક લગ્નમાં ફાયરિંગ થયું હતું, જેમાં સ્ટેજ પર ડાંસ કરતી એક મહિલાનું મોત થયું છે. પોલીસે કહ્યું આરોપીની વિરૂદ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ડાન્સર સાથે ડાન્સ કરવા માંગતો હતો પરંતુ ડાન્સરે ના પાડતા તે નારાજ થયો હતો અને તેણે ફાયરિંગ કર્યું હતું. હાલ આ આરોપી ફરાર છે.
પોલીસના કહેવા પ્રમાણે, આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટના ભટિંડાના મોર મંડી વિસ્તારમાં આર્શીવાદ મેરેજ પેલેસમાં બની હતી. ડાન્સરનું નામ કુલવિંદર છે. તે એક ઓરકેસ્ટ્રા ગૃપ સાથે લગ્નમાં પરફોર્મ કરવા માટે આવી હતી. લગ્નમાં સામેલ થયેલા કેટલાક લોકો દારૂના નશામાં હતા અને હાથમાં પિસ્તોલ લઈને ડાંસ કરી રહ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ ડાન્સરને વારંવાર પોતાની સાથે ડાન્સ કરવાનું કહી રહ્યો હતો પરંતુ કુલવિંદર કૌરે ડાન્સ કરવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ આ વ્યક્તિ રાઇફલ લઇને સ્ટેજ નીચે જતો રહ્યો અને ભીડ વચ્ચેથી કુલવિંદર પર ગોળી ચલાવી હતી. ગોળી કુલવિંદરની છાતીમાં વાગી હતી.