બેંગલુરુઃ ન્હાતી સગીરાનો વીડિયો ઉતારનાર કોન્સ્ટેબલે કોર્ટના ચોથા માળેથી કૂદીને કર્યા આપઘાત, જુઓ CCTV

Continues below advertisement
મેંગલુરુઃ બાથરૂમમાં સ્નાન કરી રહેલી મહિલા અને તેની સગીર પુત્રીનો વીડિયો ઉતારવાના ગુનામાં ધરપકડ કરાયેલા મેંગલુરુના પોલીસ કોન્સ્ટેબલે કોર્ટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. બા3જપે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પ્રવીણને પોક્સો હેઠળ ધરપકડ કર્યા પછી તેને ગત 25મી માર્ચે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ લઈ જઈ રહી હતી, ત્યારે કોર્ટના ચોથા માળે લિફ્ટથી બહાર નીકળ્યા બાદ પ્રવીણ ત્યાંથી કૂદી ગયો હતો. આથી ઘાયલ થયેલા પ્રવિણને બેંગલુરુની વેનલોક હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સાંજે તેનું મોત થયું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram