સંસદ સત્રઃ માયાવતીની ધમકી- 'મને બોલવા દેવામાં નહી આવે તો હું રાજીનામું આપીશ'
Continues below advertisement
નવી દિલ્લી: બસપા સુપ્રીમો માયાવતીએ આજે રાજ્યસભામાં સહારનપુર મુદ્દા પર વાત કરતા ભડક્યા હતા. તેમણે ઉપસભાપતિ દ્વારા આ મુદ્દા પર બોલવાનો સમય ન આપવાના વિરોધમાં સદનમાં રાજીનામાની ધમકી આપી અને ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા હતા. માયાવતીએ કહ્યું, જે સદનમાં તે પોતાના સમાજની વાત ન રાખી શકે તે સદનના સદસ્ય બન્યા રહેવું મારા માટે જરૂરી નથી. કોગ્રેસના સભ્યોએ માયાવતીના સમર્થનમાં વોકઆઉટ કર્યું હતું.
માયાવતીએ કહ્યું, મને માત્ર ત્રણ મિનિટનો સમય ફાળવવામાં આવી રહ્યો છે. આખરે આટલા બધા મહત્વપૂર્વ મુદ્દા પર મારી વાત કેમ નથી સાંભળવામા આવતી. જે સમાજમાંથી હુ આવું છુ તે સમાજની વાત હુ સદનમાં ન રાખી શકું તો આ સદસ્યતા શું કામની. હુ અત્યારે જ રાજીનામું આપુ છું.
Continues below advertisement