અમદાવાદ: ચાંદખેડામાં ભેખડ ધસી પડતા 3ના મોત, એકની હાલત ગંભીર

Continues below advertisement
અમદાવાદ: ચાંદખેડા ત્રાગડ રોડ પર આવેલી સ્પંદન હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ત્રણ લોકોના મોત થયા છે. ભેખડ ધસી પડતાં ચાર મજૂર દટાયા હતા જેમાં  ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. ઘટનાસ્થળ પર પ્રાથમિક તપાસમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે જેને લઇને હવે સાબરમતી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
 
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સ્પંદન હાઇટ્સ રેસિડેન્સીમાં પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન ભેખડ અચાનક જ ધસી પડી હતી. ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હતા.  3 શ્રમિકોના મૃતદેહ બહાર કઢવામાં આવ્યા હતા. જ્યારે 1ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરી તો જ્યારે કોઇ પણ પ્રકારનું કામ ચાલતુ હોય તો ત્યાં આસપાસ પ્રોટેક્શન વોલ ફરજીયાત રાખવાની હોય છે પણ અહીં કોઇ પ્રોટેક્શન વોલ જણાતી ન હતી. બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. હાલ તો પોલીસે લાશને પોસ્ટમોર્ટમ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram