બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, જાણો કયા મોટા નેતાના છે વેવાઇ?
Continues below advertisement
ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના દંડક એવા બળવંતસિંહ રાજપૂતે આજે રાજીનામું આપી દેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. બળવંતસિંહ રાજૂપત સિધ્ધપુરના ધારાસભ્ય છે. તેમની સાથે વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પેટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. નોંધનીય છે કે, બળવંતસિંહ રાજપૂત શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહના વેવાઇ છે.
Continues below advertisement