અમદાવાદઃ ખૂદ માતાએ એક મહિનાની બાળકીને ગરનાળામાં મૂકી રચ્યું લૂંટનું તરકટ, પછી શું થયું? જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં એક યુવતીએ બાઇક પર આવેલા બે શખ્સો પોતાની એક મહિનાની બાળકીને ઉઠાવી ગયાની ફરિયાદ કરતાં ભારે દોડાદોડી થઈ ગઈ હતી. જોકે, તપાસ કરતાં ખૂદ માતાએ જ બાળકીને ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલા રેલવે ટ્રેક પાસેના નાના ગરનાળામાં મૂકી દીધી હતી. સવા કલાક પછી બાળકી ત્યાંથી હેમખેમ મળી આવી હતી. બાળકીને હાલ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પોલીસે બાળકીની માતાની ઉલટ તપાસ કરતાં તે ભાંગી પડી હતી અને સત્ય હકિકત જણાવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram