મુલાયમની પૂત્રવધૂના 'ઘૂમર' ડાન્સથી 'પદ્માવતી'ના વિરોધીઓ નારાજ, જુઓ Video

Continues below advertisement
નવી દિલ્હી: સમગ્ર દેશમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ને લઇને વિવાદ વધી રહ્યો છે, ત્યારે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અપર્ણા યાદવ ફિલ્મ ‘પદ્માવતી’ના ગીત ઘૂમર પર ડાન્સ કરી રહી છે. અપર્ણા યાદવના ઘૂમર ડાન્સથી ફિલ્મનો વિરોધ કરી રહેલી ગ્રુપ્સ નારાજ થયા છે અને તેમણે કહ્યું છે કે, “જો કોઇ આ વિવાદાસ્પદ ટ્યુન પર ડાન્સ કરી રહ્યું છે તો તે ખૂબ શરમજનક છે. તમારા આવા વર્તનથી તમે અમને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આવું વર્તન ન કરો એ તમારા માટે સારું રહેશે.”
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram