IPL: બે ગુજરાતીઓનું ‘દંગલ’, પાર્થિવ પટેલે કેમ અક્ષર સામે ઉગામ્યો મુક્કો

Continues below advertisement

ઇન્દોરઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 22મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને આઠ વિકેટે હરાવ્યું હતું. મેચમાં પંજાબની પ્રથમ ઇનિંગના અંતિમ બોલ પર રસપ્રદ ઘટના બની હતી. જેમાં બીજો રન દોડવાનો પ્રયાસ કરી રહેલા પાર્થિવ પટેલે અક્ષર પટેલ તરફ મુક્કો ઉગામ્યો હતો. જોકે, પાર્થિવ પટેલે અક્ષર પટેલ સાથે મજાક કરી હતી. ઉલ્લેખનીય છે કે અક્ષર અને પાર્થિવ પટેલ ગુજરાતીની ટીમમાં સાથે રમે છે અને સારા મિત્રો પણ છે. 

અમલાની અણનમ સદી અને મેક્સવેલના આક્રમક 40 રનની મદદથી પંજાબે 198 રન બનાવ્યા હતા પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે 15.3 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી. મુંબઇ તરફથી બટલરે 77 રન જ્યારે નીતિશ રાણાએ 62* રન બનાવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram