બેટી બચાવો યાત્રામાં કોંગ્રેસ-અસ્મિતામંચના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી, જુઓ LIVE VIDEO

Continues below advertisement
ભૂજઃ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા નલિયા સેક્સ કાંડના વિરોધમાં કોગ્રેસ આજે નલિયાથી બેટી બચાવો યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા શરૂ થઈ તે પહેલાં જ અસ્મિતા મંચ દ્વારા કોંગ્રેસની યાત્રાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને અસ્મિતામંચના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ ગઈ હતી. પોલીસ પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી વિગતો અનુસાર, બેટી બચાવો યાત્રામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,શંકરસિંહ વાઘેલા,સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ હાજર છે. ઉલ્લેખનીય છે કે નલિયા સેક્સકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીના આરોપો પણ લાગ્યા છે જેને કારણે કોગ્રેસ ભાજપ સરકારને સતત ઘેરતી રહી છે. કૉંગ્રેસની આ બેટી બચાવો યાત્રા રાજ્યનાં ભૂજ, અંજાર, આદુપુર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, વાંકાનેર, ચોટીલા, લીમડી, બગોદરા સહિતનાં વિસ્તારોમાં ફરીને સોમવારે ગાંધીનગર પહોંચશે.

ત્યારબાદ કોગ્રેસના કાર્યકર્તાઓ સોમવારે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરી વિરોધપ્રદર્શન કરશે. નોંધનીય છે કે સોમવારથી જ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કોગ્રેસ નલિયાકાંડની તપાસ હાઇકોર્ટના સીટીંગ અથવા રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાની માંગણી કરી રહ્યું છે. આ અંગે કૉંગ્રેસે રાજ્યપાલને રજૂઆત પણ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram