મોદીના વખાણ કરવા બદલ કોગ્રેસે મહિલા કોર્પોરેટર કૃતિકાને કર્યા સસ્પેન્ડ

Continues below advertisement

નવસારીઃ કોંગ્રેસ કોર્પોરેટર કૃતિકા વૈદને વડાપ્રધાન મોદીના વખાણ કરવા ભારે પડ્યા હતા. કોગ્રેસે કૃતિકાને જિલ્લા કોગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા હતા. કોગ્રેસે કૃતિકાને ગેરશિસ્ત આચરતા હોવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, નવસારીમાં ભાજપના સાંસદ સી.આર.પાટીલે કૃતિકા માટે ભાજપના દ્ધારા ખુલ્લા હોવાનું જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે નવસારીનાં કોંગ્રેસ કોર્પોરેટર કૃતિકા વૈદે પોતાના મતવિસ્તાર વોર્ડ નંબર 11ના વોટ્સએપ ગ્રુપમાં 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નિર્ણયને વખાણ્યો છે. તેમણે આ ગ્રુપમાં એવો મેસેજ મૂક્યો છે કે ‘હવે મને બહુ ગર્વ થાય છે, મોદીજી પર.’

કૃતિકા વૈદ આટલેથી નથી અટક્યાં અને ‘આઈ લવ મોદીજી’ લખી હાર્ટનાં સિમ્બોલ મૂક્યાં છે. વોર્ડ નંબર 11ના મતદારોએ પોતાના પ્રશ્નોની રજૂઆત માટે દસેરા ટેકરી વોર્ડ નામે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં કૃતિકા વૈદે આ કોમેન્ટ્સ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram