રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય, શનિ-રવિ પણ બેંકો રહેશે ચાલુ, જાણો લોકોને શું થશે ફાયદો!
Continues below advertisement
નવી દિલ્લી: કેંદ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની હાલની નોટોને ચલણરૂપે લેવાનું બંધ કરી દેવાની જાહેરાત કરીને દેશમાં હાહાકાર મચાવી દીધો છે. એક બાજુ બેંક પણ આગામી બે દિવસ બંધ હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હાલ રિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રિઝર્વ બેંકના નવા નિર્ણય પ્રમાણે શનિવાર અને રવિવારે દેશની તમામ બેંકો સામાન્ય લોકો માટે ખુલ્લી રહેશે.
ગ્રાહકો પોતાની પાસે રહેલી નોટોને આ બે દિવસમાં બેંકમાં જમા કરીને નવી નોટો લઈ શકે છે. તે સિવાય દેશના લોકો પોસ્ટ ઓફિસમાં પણ પોતાનું ઓળખપત્ર બતાવીને પોતાની પાસે રહેલી જૂની નોટોને જમા કરાવી શકે છે.