એક જ દિવસમાં અમદાવાદમાં નવા 318 કેસ નોંધાયા, ક્યાં ઝોનમાં કેટલા કેસ નોંધાયા?
Continues below advertisement
રાજ્યમાં સતત કોરોનાના કેસ વચ્ચે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવા 318 કેસ નોઁધાયા હતા જ્યારે આઠ દર્દીના મોત થયા હતા. શહેરમાં અત્યાર સુધીના કુલ દર્દીઓની સંખ્યા 49,080ની થઇ ગઇ છે. ખાનગી હોસ્પિટલમાં 181 દર્દી વેન્ટિલેટર ઉપર છે. કોરોનાના કેસ વધતા શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પણ વધી રહ્યા છે. હાલની સ્થિતિ મુજબ શહેરના 111 સ્થળ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે.
Continues below advertisement