અમદાવાદમાં વધુ 32 સ્થળ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા
Continues below advertisement
છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે એકપણ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા નથી, જ્યારે કોરાનાના નવા કેસ નોંધાતાં 32 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 256 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે, જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 7, સાઉથ વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 8, વેસ્ટ ઝોનના 9, નોર્થવેસ્ટ ઝોનના 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં 256 સ્થળ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા છે.
Continues below advertisement