કોરોનાના કેસ વધતા સોલા સિવિલ હોસ્પિટલમાં 100 બેડનો એક વોર્ડ ફરીથી શરૂ કરાયો
Continues below advertisement
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા છેલ્લા 5 દિવસમાં વધી છે જેને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલા 100 બેડનો બંધ કરાયેલો વોર્ડ ફરી શરૂ કરવામાં આવ્યો છે. હાલ 292 દર્દીઓ સોલા સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ કોરોના સારવાર કરતા સોલા સિવિલના 100 કર્મચારીઓ અત્યારસુધી સંક્રમિત થયા હતા. જે પૈકી મોટાભાગના કર્મચારીઓ સ્વસ્થ થયા છે જ્યારે 18 કર્મચારીઓની સારવાર હાલ શરૂ છે.
Continues below advertisement