Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા
Continues below advertisement
Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા
મૃત યુવક બેસણાના બીજા દિવસે ઘરે આવતા સૌ કોઈ ચોંકી ગયા. ઘટના છે મહેસાણા જિલ્લાની વિજાપુરની. અમદાવાદના નરોડામાં રહેતો યુવક ગુમ થયા બાદ પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. પરિવારે પોતાનો દીકરો હોવાનું માનીને અંતિમ સંસ્કાર કરી દીધા. બેસણું પણ કરી દીધું પણ બીજા દિવસે યુવક ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા. બ્રિજેશ સુથાર નામનો યુવક 27 ઓક્ટોબરના ગુમ થયો હતો, પણ તે જીવિત હોવાથી જેના અંતિમ સંસ્કાર કરાયા એ કોનો મૃતદેહ હતો, તેને લઈ પોલીસ અને પરિજનો પણ મૂંઝવણમાં મુકાયા.
Continues below advertisement