50 લાખ રૂપિયાની લાંચ લેતા અમદાવાદના પોલીસ હેડ કોન્સ્ટેબલને ACBએ ઝડપ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
50 લાખની લાંચ લઈને અમદાવાદના પોલીસ હેડ કૉંસ્ટેબલે વર્દીને દાગ લગાવ્યો છે. એસીબીએ કરેલા કેસમાં સામે આવ્યું છે કે પોલીસને લાંચ બાબતે માહિતી મળી હતી કે આ કેસના ફરીયાદીના કાકાનું ગોડાઉન ખંભાત GIDCમાં આવેલું છે અને આ ગોડાઉનમાં આર.આર. સેલે રેડ કરી હતી. જેમાં ફરિયાદીના કાકાનું નામ ન નાખવાને લઈને આરોપીએ ફરિયાદી પાસે પહેલા 60 લાખ રૂપિયાની લાચની માંગણી કરી હતી. જોકે બાદમાં અંતે ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે આ બાબતના ફરિયાદી આ નાણા આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં જાણ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. મળેલી માહિતી પ્રમાણે લાંચ કેસમાં અનેક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ હોઈ શકે છે
Continues below advertisement