Ahmedabad ડબલ મર્ડર કેસમાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદના થલતેજમાં શાંતિ પેલેસ સોસાયટીમાં લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિની હત્યા કરી હતી. 71 વર્ષીય અશોકભાઈ અને તેમના પત્ની જ્યોત્સનાબેનની લૂંટારૂઓએ ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવી. આ કેસમા ખુલાસો થયો છે કે વૃદ્ધ દંપત્તીને આરોપીઓએ 11 ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા. વૃદ્ધાને કુલ 9 ઘા મારવામાં આવ્યા. જેમાં ગળાના ભાગે સાત અને પેટના ભાગે બે ઘા મારવામા આવ્યા. જ્યારે વૃદ્ધને 2 ઘા ગળાના ભાગે મારવામાં આવ્યા હોવાનું પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં સામે આવ્યું છે. વચ્ચે જ હવે પોલીસને મહત્વની કડી હાથ લાગી. ચાર લુંટારૂઓ પોતાના વતન મધ્યપ્રદેશ ગ્વાલિયરના ગીઝોરામા ફરાર થયાનું સામે આવ્યું છે.જેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram