291 દિવસ બાદ સાબરમતી આશ્રમ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
Continues below advertisement
કોરોનાકાળ દરમિયાન પહેલીવાર સાબરમતી આશ્રમને મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્થાપના સાબરમતી આશ્રમ ૨૯૧ દિવસ બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીને પગલે ૧૮ માર્ચથી સાબરમતી આશ્રમસંચાલકોએ મુલાકાતીઓ માટે બંધ કર્યું હતું. ૧૦૩ વર્ષ કરતાં વધુ સમયનો ઈતિહાસ ધરાવતા સાબરમતી આશ્રમ પહેલીવાર આટલો લાંબો સમય બંધ રહ્યું છે. જોકે હવે સ્થિતિ સામાન્ય બની રહી છે અને કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને જોતા મુલાકાતીઓ માટે ગાંધી આશ્રમ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં માસ્ક, સેનેટાઇઝર સાથે બેઠક વ્યવસ્થા કોવિડની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી છે
Continues below advertisement