અમદાવાદઃ સરકારી અનાજને વેચવાના કૌભાંડનો પર્દાફાશ, ચાર આરોપીઓની કરાઇ ધરપકડ
Continues below advertisement
ગરીબ પરીવારોને આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગરીબ રેશનકાર્ડ ધારકોને આપવાના સરકારી ઘઉં અને ચોખાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ સેક્ટર 2 જેસીપી સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યું હતું. ઘોડા કેમ્પ માં સરકારી અનાજના ગોડાઉનમાંથી 16000 કિલો ઘઉં અને ચોખા ભરી નરોડા જીઆઇડીસી ફેઝ 3માં આવેલા મહેશ નાથાણી ના ગોડાઉનમાં લાવી માલ સગેવગે કરવાના હતા. આ જથ્થો શાહીબાગ માં આવેલી સરકારી અનાજની દુકાન માં પહોંચાડવાનો હતો પરંતુ આરોપીઓ બારોબાર જ મહેશ નાથાણીના ખાનગી ગોડાઉનમાં લઇ ગયા હતા પોલીસે મહિલા દુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત 5 સામે ગુનો નોંધી 4 આરોપી ની ધરપકડ કરી હતી.
Continues below advertisement