અમદાવાદઃ ચાંદલોડિયાના શાંતિપૂજ્ય હોમ્સમાં 5 પોઝિટીવ કેસ, 240 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા

Continues below advertisement
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં AMC ની અણઘડ નિતિનો નમૂનો સામે આવ્યો છે. 5 લોકો સંક્રમિત થયા બાદ 240 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુક્યા હતા. AMC આંકડા બતાવવા કામગીરી કરતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. ચાંદલોડિયા વિસ્તારની શાંતિપૂજ્ય હોમ્સ સોસાયટીને 28 નવેમ્બરના રોજ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો.નાગરિકોના આક્ષેપ અનુસાર દિવાળી અગાઉ આવેલા 12 કેસને પણ અત્યારના કેસ ગણીને Amc એ સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી દીધી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram