અમદાવાદઃ કોવિડની કામગીરીના રૂપિયા ચૂકવવામાં ના આવતા શિક્ષકોમા રોષ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોના મહામારીના સમય દરમિયાન અલગ અલગ પ્રકારની કામગીરીમાં શિક્ષકોને કામે લગાડયા હતા પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત હસ્તગત શાળાના શિક્ષકો કે જેઓ કોરોનાની અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, તેમને છેલ્લા ત્રણ માસનું ભથ્થુ ન ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યાર સુધી 3 હજાર શિક્ષકો કોરોનાની કામગીરીમાં જોડવામાં આવ્યા હતા.
Continues below advertisement