Ahmedabad BRTS Bus Fire | ઇલેક્ટ્રિક બસમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, બસ બળીને ખાખ

Continues below advertisement

અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગે પહોંચતા 20 મિનિટ જેટલો સમય લાગ્યો. હાલ તો જાનહાનીના કોઈ સમાચાર નથી. અચાનક ઇલેક્ટ્રિક બસમાં આગ લાગી જેના કારણે થોડા સમય માટે લોકોમાં અફરાતફરી સર્જાઈ. જોકે, જેવી આગની શરૂઆત થઈ અને ધુમાડાની શરૂઆત થઈ, એવું તુરંત ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી અને જે તમામ મુસાફરો હતા તેમને નીચે ઉતાર્યા. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ. 

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આજે 10 વાગે બીઆરટીએસની આ ઇલેક્ટ્રોનિક બસમાં સ્પાર્ક થતા આખા બસમાં આગ લાગી. આગ લાગતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી. જોકે, 10 જેટલા પેસેન્જર આ બીઆરટીએસ બસમાં સવાર હતા. ભાડજથી નરોડા ગામ તરફ આ બસનો જે રૂટ હતો, તે જ સમય દરમિયાન જે પ્રેમ દરવાજાથી કાલુપુર તરફ જવાનો જે રસ્તો છે, ત્યાં જ બસના પાછળના ભાગે સ્પાર્ક થયાનું જણાતા જ ધુમાડો નીકળતા બસ અંદરના 10 જેટલા પેસેન્જરે ડ્રાઈવર દ્વારા સમયસૂચકતાથી બહાર કાઢી દેવામાં આવ્યા. 

જોકે, ફાયર વિભાગની જે ટીમ છે તેને કોલ 10:06 પર મળ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ આગ લાગવાની પાછળનું કારણ શું હતું? કારણ તો હાલમાં કઈ જાણવા મળ્યું નથી, પણ ઇન કેસ હોઈ શકે કે શોર્ટ સર્ક્યુટના લીધે આગ લાગી હોય. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram