Ahmedabad Corporation | અમદાવાદ કોર્પોરેશન ગેરકાયદે દબાણ, પાર્કિગ, રખડતા ઢોર પર ડ્રોનથી રાખશે નજર

Continues below advertisement

Ahmedabad Corporation | શહેરમાં ઉભા થયેલા દબાણ,ગેરકાયદે પાર્કિંગ અને રખડતા ઢોર મામલે હવે ડ્રોનથી રખાશે નજર. અમદાવાદ મનપા આજે ડ્રોનનું કરશે નિરિક્ષણ. શહેરની સ્થિતિ જાણવા માટે બે ડ્રોન વસાવવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી નિરીક્ષણ કરશે. મ્યુનિસિપલ કમિશનરની ઈચ્છા અનુસાર ડ્રોન ઉડાડીને નિરીક્ષણ કરવામાં આવશે. ગુજરાતમાં ડ્રોનથી નિરીક્ષણ કરનારી પ્રથમ મનપા બનશે AMC. ભવિષ્યમાં સંવેદનશીલ વિસ્તારમાં પણ ડ્રોન દ્વારા નિરીક્ષણ કરી પગલાં ભરવાની તૈયારી. AMC ના સ્માર્ટ સીટી વિભાગ દ્વારા કરવામાં આવશે ડ્રોનનું સંચાલન. મ્યુનિસિપલ કમિશનર સાથે ડેપ્યુટી કમિશનર પણ રિવરફ્રન્ટથી વર્ચ્યુઅલી જોડાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram