Ahmedabad: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરિવારને મારી નાખવાની ધમકી

Continues below advertisement

અમદાવાદના જમાલપુરના MLA ઈમરાન ખેડાવાલાને ખાંડની શેરીમાં આવેલી તેમની ઓફીસ પાસે અપાઈ ધમકી... મકાન બાંધવા બાબતે પાડોશી ઈરફાન નાગોરી નામના વ્યક્તિએ ધમકી આપ્યાનો આરોપ... ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ 


અમદાવાદના કૉંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા. જેમના પરિવારને અપાઈ છે ધમકી. ધમકી આપી છે પાડોશમાં જ રહેતા ઈમરાન નાગોરી નામના એક શખ્શે. મકાનના બાંધકામ મુદ્દે ખેડાવાલાના ભાઈ સાથે ઈમરાન નાગોરીએ રકઝક કરી.  જેના CCTV ફૂટેજ પણ આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો આરોપ છે કે, તેના પરિવારજનોને અપશબ્દો કહી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. પોલીસ ફરિયાદ થતાં જ આરોપી ઈમરાન નાગોરી ફરાર છે. આરોપી ઈમરાન નાગોરી અને તેનો ભાઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ તો પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram